કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

Health Insurance Scheme | કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)

Health Insurance Scheme


સ્વા્સ્થ્ય વિમા યોજના

વણકર સમુદાયને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ મેળવવા સક્ષમ બનાવવાનો હેતુ ધરાવે છે. 
પાત્રતા :- 
૧.        વણકર તેની ઓછામાં ઓછી ૫૦ ટકા આવક હેન્ડલૂમ વીવીંગમાંથી મેળવતો હોવો જોઈએ. 
૨.        બધાજ પુરૂષ કે મહિલા વણકરના ચાર વ્યક્તિના પરિવારને ૧ દિવસથી ૮૦ વર્ષની ઉંમર વચ્ચેની વ્યક્તિઓને સુરક્ષા પુરી પાડવા માટે છે. 
૩.        વણકરો કો.ઓપરેટીવ સોસાયટીના કાયમી સભ્ય (રેગ્યુલર મેમ્બર) હોવાથી યોજના મારફત લાભ મેળવવા પાત્ર છે. 
૪.       કો.ઓપરેટીવ બહારના વણકરો જેઓ સંતોષકારક સમુહમાં સંગઠિત થાય તો રાજય સરકાર અને ડેવલપમેન્ટ કમિશનર, ફોર હેન્ડલુમની માન્યતાને આધીન. 
૫.       પ્રાયમરી વીવર્સ કો.ઓપ. સોસાયટી/એપેક્ષ સોસાયટી/હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સભ્ય વણકરો યોજના અંતર્ગત સુરક્ષા મેળવવાપાત્ર છે. 
૬.       હાથશાળ કારીગર કે જે તાણા, વાઈન્ડીંગ, ડાઈંગ, પ્રીન્ટીંગ, ફીનીસીંગ, સાઈઝીંગ, જાલામેકીંગ, જેકાર્ડ કટીંગ વગેરે વણાટની પ્રવુતિ સાથે સંકળાયેલ હોય તેને લાભ મળવાપાત્ર છે. 
વીમા સુરક્ષા :-

યોજનામાં વણકરો દ્વારા દેશમાં કોઈ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં કરાવવામાં આવેલી સારવાર માટે થયેલ ખર્ચા જેમાં જણાવેલી શરતો/મર્યાદાઓ /ઉપ-મર્યાદાઓને આધીન ચુકવવામાં /મજરે આપવામાં આવશે.

અ.નં

વિગત

રકમ

(એ)

વાર્ષિક મર્યાદા પ્રતિ કુટુંબ (૧ + ૩)

રૂ।. ૧૫,૦૦૦/- 

(બી)

કુટુંબ માટે મર્યાદા      

 

તમામ જુના રોગો અને નવા રોગો માટે       

રૂા. ૧૫,૦૦૦/-

પ્રસૂતિ (પ્રથમ બે બાળકો માટે)

રૂા. ૨,૫૦૦/-

દાંતની સારવાર  

રૂા. ૨૫૦/-

આંખની સારવાર 

રૂા. ૭૫/-

ચશ્મા   

રૂા. ૨૫૦/-

સ્થાયી રૂપે હોસ્પિટલમાં સારવાર માટે રાખવા

રૂા. ૪,૦૦૦/-

આયુર્વેદિક/યુનાની/હોમિયોપેથીક/

રૂા. ૪,૦૦૦/-

હોસ્પિટલમાં સારવાર (પહેલા અને પછી સહિત)        

રૂા. ૧૫,૦૦૦/-

બાળ સંભાળ

રૂા. ૫૦૦/-

૧૦

બહારના દર્દી તરીકે (ઓ.પી.ડી)

રૂા. ૭,૫૦૦/-

૧૧

માંદગી દીઠ મર્યાદા

રૂા.૭,૫૦૦/-

પ્રીમીયમ :-

પરિવાર દીઠ વાર્ષિક પ્રીમીયમ :

રૂ.૯૩૯.૭૬ નીચે મુજબ રહેશે.

કેન્દ્ર સરકાર ફાળો  :

રૂ.૭૬૯.૩૬

વણકર ફાળો :

રૂ.૨૦.૪૦

રાજ્ય સરકારનો ફાળો :

રૂ.૧૫૦.૦૦ (તા:૫/૨/૨૦૧૧ ના ઠરાવ મુજબ)

વિમા સુરક્ષા આપનાર :  આઈસીઆઈસી લોમ્બોર્ડ જનરલ ઈન્સ્યુરન્સ  કું.લી.

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક