કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

વિસ્તરણ શિક્ષણ | કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)
Homeવિસ્તરણ ⇒ વિસ્તરણ શિક્ષણ

વિસ્તરણ શિક્ષણ


વ્યવસ્થાતંત્ર

 

પ્રવૃત્તિઓ:

૧. મેરા ગાવ મેરા ગૌરવ: દત્તક ગામ કાર્યક્રમ

ગ્રામ્યસ્તરે પ્રાણી કલ્યાણ કેન્દ્રની સ્થાપના દ્વારા વૈજ્ઞાનિક માહિતી તેમજ અન્ય રીતે ગામને મોડેલ તરીકે વિકસાવવું. હસ્તક્ષેપો દ્વારા પશુઓમાં ઉત્પાદકતા, પ્રજનનક્ષમતામાં વધારો અને પશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અંતર્ગત આઈસીએઆર (ICAR) દ્વારા શરૂ કરવામાં આવેલ "મેરા ગાવ મેરા ગૌરવ" ને અમલમાં મુકેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટી/ કોલેજ નજીકના ગામ દત્તક લઇ ખેડૂતો/પશુપાલકોને નિયમિત ધોરણે જરૂરી માહિતી, જ્ઞાન અને સલાહ આપવાનું છે. જે અંતર્ગત ડેરી સાયન્સ કોલેજ, અમરેલી અને પશુપાલન પોલીટેકનીક, (નવા રાજપુર) હિંમતનગર દ્વારા નજીકના પાંચ ગામો દત્તક લઇ બેઠકો, સર્વેક્ષણ, તાલીમ જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેનો અહેવાલ યુનિવર્સિટી નોડલ ઓફિસર દ્વારા ICAR અટારી (ATARI) ઝોન-VIII ને મોકલવામાં આવે છે.

૨. પ્રશિક્ષણ કાર્યક્રમો:

વ્યવસાયિક અને પશુધન માલિકો માટે દુધાળા પશુઓ , નાના પશુઓ (ઘેટાં અને બકરી), ઉંટ, મરઘાં અને માછલીપાલન કરતા ખેડૂતો/પશુપાલકો/મત્સ્યપાલકો માટે સેમિનારો યોજવા ઉપરાંત વિવિધ સમયગાળાઓની તાલીમ/કાર્યશાળાઓ ગોઠવવામાં આવે છે. નવી પદ્ધતિઓ અને તકનીકોના બહોળા પ્રચાર-પ્રસાર માટે શિબિરો / મેળા / તાલીમ નિયમિતપણે હાથ ધરવામાં આવે છે.

૩. ક્ષેત્રીય પ્રવૃત્તિઓ:

જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ જેવી કે પશુ કલ્યાણ કેમ્પ, નિષ્ણાતોના વ્યાખ્યાનો, તકનીકી માર્ગદર્શન, ક્ષેત્રીય દિવસ, પશુપાલન અધિકારીઓનો વર્કશોપ, ડેરી પ્રદર્શન, પશુપાલન મેળા, ખેડૂતોને માર્ગદર્શકીય સેવા, હેલ્પલાઇન, વગેરે નિયમિતરૂપે યોજવામાં આવે છે. માહિતી  સંચાર સાધનો અને સામાજિક માધ્યમ દ્વારા પણ વિસ્તરણ પ્રવૃત્તિઓ કરવામાં  આવે છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ટીવી અને રેડિયો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

૪. પ્રકાશન:

ખેડૂતો માટે ઉપયોગી કૃષિ સાહિત્ય, જેમ કે, મેગેઝિન, પત્રિકાઓ અને ફોલ્ડરો, વૈજ્ઞાનિક પશુપાલન પ્રેક્ટીસ મેગેઝીન, પશુપાલન, બકરાપાલન, મરઘાંપાલન (અંગ્રેજી અને ગુજરાતી)મેગેઝીન, "કલરવ" ન્યૂઝ લેટર, પશુ ડિપ્લોમા માટેના અભ્યાસક્રમની માર્ગદર્શિકા, ડીગ્રી માટેના અભ્યાસક્રમની માર્ગદર્શિકા, પશુપાલન માટેના પુસ્તકો, પોલીટેકનીક માન્યતા પ્રાપ્ત કરવા માટેના નિયમો ૨૦૧૫, પશુપાલન કોલેજની માન્યતા પ્રાપ્ત કરવા માટેના નિયમો ૨૦૧૫, વગેરે પુસ્તિકાઓનું પ્રકાશન કરેલ છે.

ક) ગૌધૂલિ

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્વારા તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ફોર ઇન્ડિયા (RNI), નવી દિલ્હી ખાતે કામધેનુ યુનિવર્સિટીનાં ગુજરાતી ત્રિમાસિક મેગેઝીન "ગૌધૂલિ" નાં ટાઈટલ વેરિફિકેશન માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જે પ્રક્રિયા પૂર્ણ કરી યુનિવર્સિટી દ્વારા પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું. રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી ચાલુ છે. યુનિવર્સિટી દ્વારા નિયમિતપણે ગૌધૂલી પ્રકાશિત કરવામાં આવે છે.

ખ) કલરવ

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્વારા યુનિવર્સિટીનું ત્રિમાસિક “કલરવ” (KALARAV) ન્યુઝ લેટર નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં યુનિવર્સીટીની સઘળી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને સિદ્ધિઓ સામેલ કરવામાં આવે છે.  

૫. સલાહકારી સેવા

"કામધેનુમાં પૂછો" સૂચિ હેઠળ વિસ્તરણ શિક્ષણના નિયામકની કચેરી ખાતે ટેલિફોનિક હેલ્પલાઈન દ્વારા ખેડૂતો/પશુપાલકોની મૂંઝવણોનું નિરાકરણ કરવામાં આવે છે.

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક