કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

ડેરી સાયન્સ કોલેજ અમરેલી | કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)
Homeશિક્ષણઅંગભૂત કોલેજ ⇒ COLLEGE OF DAIRY SCIENCE AMRELI

  • Slider_ctrl0
  • Slider_ctrl1
  • Slider_ctrl2
  • Slider_ctrl3
  • Slider_ctrl4
  • Slider_ctrl5
  • Slider_ctrl6

ડેરી સાયન્સ કોલેજ અમરેલી


કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલી

જીનેસીસ ઓફ કોલેજ

વર્ષ ૨૦૧૦ માં કોલેજ ઓફ ડેરી સાયન્સ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીના એકંદર વિકાસ માટે કોલેજ દ્વારા એક પ્લેટફોર્મ ઉભુ કરી અને ઝડપી વિકાસશીલ ડેરી ક્ષેત્ર માટે નવા ડેરી ટેકનોલોજીસ્ટ ની જરૂરીયાત પૂરી પાડે છે. કોલેજ ઓફ ડેરી સાયન્સ, સૌરાષ્ટ્ર માં માત્ર એક જ છે, તેમજ ગુજરાત માં બીજી અને પૂરા ભારત માં 17  મી કોલેજ છે. કોલેજ ઓફ ડેરી સાયન્સ એ કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ની પ્રથમ અંગભુત કોલેજ છે, ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટી ની સ્થાપના પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદેશથી કરવામાં આવેલ. આ કોલેજ માં બી. ટેક. (ડેરી ટેકનોલોજી) વિષય નો ચાર વર્ષ નો ડિગ્રી કોર્ષ નો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ડેરી ટેકનોલોજી, ડેરી કેમેસ્ટ્રી, ડેરી માઇક્રોબાયોલોજી, ડેરી એન્જીનીયરીંગ અને ડેરી બીઝનેશમેનેજમેન્ટ જેવા પાંચ અલગ-અલગ શાખાઓમાં થીયરી અને પ્રાયોગીક કાર્ય નું જ્ઞાન આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દુધ, દુધ નું પ્રોસેસીંગ ઉત્પાદન, માર્કેટીંગ અને નવી અને સુધારેલી પધ્ધતિઓ વિકસાવવા માટે ની તકનીકી,  માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, એન્જીનીયરીંગ અને બીઝનેસ મેનેજમેન્ટ વિષયો દ્વારા શિખે છે.

આ અભ્યાસક્રમ માં વિદ્યાર્થીઓને ગુજરાત ના અલગ-અલગ ડેરી પ્લાન્ટ માં એક વર્ષ ઓદ્યોગીક તાલીમ માટે પણ મોકલવામાં આવે છે.  જે વિદ્યાર્થી ને વ્યવહારીક જ્ઞાન તેમજ અત્મવિશ્વાસ ના સ્તર ને વધારવા નું એક મંચ તરીકે કામ કરે છે. તાલીમ દરમ્યાન વિદ્યાર્થીને કાચા માલની ખરીદી થી લઇ ને વસ્તુ ના ઉત્પાદન અને માર્કેટીંગ સુધીની દરેક વિભાગ ની કામગીરી આવરી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ને દુધ પ્રક્રિયા, ઉત્પાદન, ઉત્પાદન પરિક્ષણ, પેકેજીંગ, સફાઇ, પ્લાન્ટ અને મશીનરી, જાળવણી, વહીવટી અને હિસાબી કાર્ય, ખરીદી, માર્કેટીંગ વગેરે ની કામગીરી શિખવવામાં આવે છે. તાલીમ ના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓ કાચા માલ ની ખરીદી, તેનું પ્રોસેસિંગ, પ્રોડક્ટસ ની બનાવટ, પેકેજીંગ, સંગ્રહ તથા વેચાણ તેમજ એકાઉન્ટ અને દસ્તાવેજો ની જાળવણી વગેરે નો વિગતવાર અહેવાલ તૈયાર કરે છે. બી.ટેક (ડેરી ટેકનોલોજી) ના અભ્યાસક્રમ માં સાતમાં  અને આઠમાં સત્રમાં તાલીમ ના ૨૫ ની ક્રેડીટ રાખવામાં આવેલ છે. આ તાલીમનું મૂલ્યાંકન કોલેજના ડીન દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા હાથ ધરવામાં આવે છે.

 

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક