કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

પોલીટેકનીક ઈન એનિમલ હસબન્ડરી હિંમતનગર | કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)
Homeશિક્ષણઅંગભૂત કોલેજ ⇒ POLYTECHNIC IN ANIMAL HUSBANDRY HIMMATNAGAR

પોલીટેકનીક ઈન એનિમલ હસબન્ડરી હિંમતનગર


પશુપાલન પોલીટેકનીક, રાજપુર (નવા), હિંમતનગર

 

પશુપાલન અને ડેરી વ્યવસાયની અગત્યતાને ધ્યાને લઇ રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯ માં પશુપાલન અને ડેરી વ્યવસાયના વિકાસ અર્થે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે. જે સંપૂર્ણ રાજ્યમાં પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન અંગેની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી સંભાળે છે. જેનું પ્રથમ શૈક્ષણિક સંસ્થાન રાજપુર (નવા), હિંમતનગર ખાતે  પશુપાલન પોલીટેકનીક, પશુપાલકોને પ્રાથમિક પશુ સેવાઓ પૂરી પાડવા માટે પશુધન નિરીક્ષકો તૈયાર કરવાના હેતુથી વર્ષ ૨૦૧૧માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓએ પણ આ કોર્ષ શરૂ કર્યો.

આ સંસ્થા "પશુપાલન ડિપ્લોમા" નો સંપૂર્ણ રેસિડેન્શિયલ કોર્ષ પ્રદાન કરે છે, જેના પ્રવેશ માટેની લઘુતમ લાયકાત ૧૦ મું ધોરણ છે. આ ડીપ્લોમાં કોર્ષ ત્રણ વર્ષનો છે, જેમાં ગુજરાતની વિવિધ પ્રીમિયર સંસ્થાઓમાં છ મહિનાની સઘન ફાર્મ પ્રેક્ટિસ તાલીમનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓને રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધાઓથી સજ્જ હોસ્ટેલ તથા પરિવહન માટે બસ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આ સંસ્થા હાલમાં પરિવહન માટે વિદ્યાર્થીઓને બસની સુવિધા તથા છોકરાઓ માટે સારી વ્યવસ્થાપિત હોસ્ટેલની સુવિધા પ્રદાન કરે છે.

અભ્યાસક્રમના પાંચ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પશુપાલનને લગતા નીચે મુજબના ૧૮ વિષયોનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે.

 

1) Livestock Anatomy

2) Animal Physiology

3) Animal Management

4) English

5) Computer Application

6) Animal Nutrition

7) Animal Breeding

8) Statistics

9) Environmental Sciences

10) Veterinary Microbiology

11) Veterinary Pathology

12) Veterinary Parasitology

13) Animal Husbandry Extension

14) Pharmacology

15) Animal Reproduction

16) Animal Health Care

17) Veterinary Public Health

18) Veterinary Surgery

 

છ મહિનાની ફાર્મ પ્રેક્ટિસ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને ગાય, ભેંસ, ઘેટાં-બકરા, મરઘા ફાર્મ અને પશુ દવાખાનામાં તાલીમ આપવામાં આવે છે, તથા પશુપાલનને લગતી સંસ્થાઓમાં ૭  દિવસનો શૈક્ષણિક પ્રવાસ પણ રાજ્યમાં કરવામાં આવે છે.

પ્રાથમિક પશુ સેવાઓ પૂરી પાડવા માટે પશુધન નિરીક્ષકો તૈયાર કરવાના હેતુથી સ્થાપના કરવામાં આવી હતી.

અભ્યાસક્રમના પાંચ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પશુપાલનને લગતા નીચે મુજબના ૧૮ વિષયોનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે.

 

તાલીમ વિદ્યાર્થીઓને પશુ પોષણ, પશુ રહેઠાણ અને વ્યવસ્થાપન, ઘાસચારા ફાર્મ, રસીકરણ, કૃત્રિમ બીજદાન તથા પશુઓની પ્રાથમિક સારવાર અંગેનું વ્યવહારુ જ્ઞાન પૂરું પાડી આત્મવિશ્વાસ વધારે છે.

કોર્ષ વર્ક અને ફાર્મ પ્રેક્ટિસ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને ‘‘ડિપ્લોમા ઈન એનિમલ હસબન્ડરી’’ થી નવાજવામાં આવે છે.

અભ્યાસક્રમ અને તાલીમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કારો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવે છે.

આ સંસ્થા વિદ્યાર્થીઓના પ્રશિક્ષણ માટે આધુનિક પ્રયોગશાળાઓ તથા લાયબ્રેરી  ધરાવે છે.

વિદ્યાર્થીઓને ઉચ્ચકોટિનું જ્ઞાન મળી રહે તે માટે સંસ્થા અનુભવી અને પ્રશિક્ષિત ફેકલ્ટી ધરાવે છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે  રમતગમત તથા અન્ય ઈતર પ્રવૃતિઓ માટે સંસ્થા તમામ આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પ્રદાન કરે છે.

 

 

સરનામું:

આચાર્યશ્રી

પશુપાલન પોલીટેકનીક

કામધેનુ યુનિવર્સિટી

મું. રાજપુર (નવા), તા: હિંમતનગર

જીલ્લો: સાબરકાંઠા, પીનકોડ-૩૮૩૦૧૦

કોન્ટેક્ટ ડિટેલ:

આચાર્યશ્રી: ડૉ. એસ. બી. દેશપાંડે

ટેલીફોન નં. ૦૨૭૭૨ (૨૨૧૧૯૧)

ઈમેઈલ: [email protected]

 

 

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક